Fragrance in House : ઘર આખું થઈ જશે સુગંધ-સુગંધ, પોતુ કરતી વખતે પાણીમાં મિક્સ કરો આ કુદરતી વસ્તુઓ

|

Jun 25, 2024 | 10:50 AM

cleaning at home : ઘરને સુગંધિત બનાવવા માટે બજારમાં ઘણા પ્રકારના રૂમ ફ્રેશનર ઉપલબ્ધ છે, પરંતુ સુગંધ માટે તેમાં ઉમેરવામાં આવતી વસ્તુઓ એલર્જીની સમસ્યા પેદા કરી શકે છે. ઘરને ફ્રેશ સુગંધિત રાખવા માટે પાણીમાં કેટલીક કુદરતી વસ્તુઓ મિક્સ કરો અને લાદી પર પોતું કરો.

1 / 5
ઘરમાં યોગ્ય સૂર્યપ્રકાશ અને હવા ન આવવાને કારણે ક્યારેક ભીનાશ કે જૂની વસ્તુઓના કારણે વિચિત્ર ગંધ આવવા લાગે છે. આ સિવાય ક્યારેક મૂડને ફ્રેશ કરવા માટે ઘરમાં સારી ફ્રેશ સુગંધ હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે તમારા ઘરને સારી સુગંધ આપવા માટે તમે પોતા કરવાના પાણીમાં કઈ વસ્તુઓ ઉમેરી શકો છો.

2 / 5
લીંબુની છાલ : લીંબુની તાજી સુગંધ ઉનાળાના દિવસોમાં તાજગી આપે છે. ઘરને સાફ કરવા માટે લીંબુની છાલને પાણીમાં નાખીને ઉકાળો. જો તમે આ પાણીથી ઘરને સાફ કરશો તો ફ્લોરમાંથી ગંદકી અને કીટાણુઓ સારી રીતે સાફ થઈ જશે અને તાજી સુગંધ પણ આવશે.

3 / 5
સુગંધિત ઓઈલ : તમે પોતા કરવાના પાણીમાં સુગંધિત તેલ પણ ઉમેરી શકો છો. લીંબુ, લવંડર, ગુલાબ, ચંદન વગેરે જેવી સુગંધવાળા આવશ્યક તેલ મનને ખૂબ હળવાશનો અનુભવ કરાવે છે. તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તમારે માત્ર પાણીમાં તેલના થોડા ટીપાં નાખવાના છે.

4 / 5
 ખાવાનો સોડા : મોટાભાગના ઘરોના રસોડામાં ખાવાનો સોડા સરળતાથી મળી રહે છે. બેકિંગ વસ્તુઓ ઉપરાંત તમે તેનો ઉપયોગ ઘરની સુગંધ માટે પણ કરી શકો છો. ખાવાનો સોડા ખરાબ સ્મેલને શોષી લે છે. આનાથી તમે તમારા ઘરમાં મોપિંગ કર્યા પછી તાજગી અનુભવશો અને ફ્લોર પરના ડાઘ પણ સાફ થઈ જશે.

5 / 5
લવિંગ-તજ : લવિંગ અને તજ એ મસાલા છે જે સારી સુગંધ આપે છે. પાણીમાં તજ અને થોડા લવિંગ નાખીને ઉકાળો. આ પાણીથી ઘરને મોપ કરો. જો તમે ઈચ્છો તો આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રેશનર તરીકે ઉપયોગ કરી શકો છો. આ પાણીથી મોપિંગ કરવાથી માખીઓ અને અન્ય જંતુઓ પણ આવતા અટકે છે. આ રીતે તમે તમારા ઘરને કેટલીક પ્રાકૃતિક વસ્તુઓથી સુગંધિત કરી શકો છો.

Next Photo Gallery