
વાજપેયીએ ગ્વાલિયરના સરસ્વતી શિશુ મંદિરમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1934માં, તેઓ ઉજ્જૈન જિલ્લાના બારનગરમાં એંગ્લો-વર્નાક્યુલર મિડલ (AVM) શાળામાં જોડાયા. બાદમાં તેમણે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં BA કરવા માટે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજ (હવે મહારાણી લક્ષ્મીબાઈ ગવર્નમેન્ટ કૉલેજ ઑફ એક્સેલન્સ)માં અભ્યાસ કર્યો હતો. તેમણે કાનપુરની ડીએવી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતુ.

2009માં વાજપેયીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જૂન 2018માં વાજપેયીને કિડનીના ઈન્ફેક્શનની જાણ થયા પછી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 16મી ઓગસ્ટ 2018ના રોજ વાજપેયીનું નિધન થયું હતું.અટલ બિહારી વાજપેયીનો જન્મ 25મી ડિસેમ્બર 1924ના રોજ થયો હતો અને 16મી ઓગસ્ટ 2018ના રોજ તેમનું અવસાન થયું હતું

રાજનીતિમાં આવ્યા બાદ અટલ બિહારી વાજપેયીએ લગ્ન કર્યા ન હતા. તેમની મિત્ર રાજકુમારી કૌલની પુત્રી નમિતા હતી.અટલ બિહારી વાજપેયીએ લગ્ન નથી કર્યા, પરંતુ નમિતા ભટ્ટાચાર્ય તેમની પુત્રી છે. નમિતાને દત્તક લીધી હતી.
Published On - 3:31 pm, Mon, 25 December 23