
તમે તમારા Google એકાઉન્ટમાંથી તમારા ફોનનો પાસવર્ડ પણ રીસેટ કરી શકો છો. આ રીતે તમે તમારા ફોનનો ડેટા ગુમાવ્યા વગર તમારા મોબાઈલનું લોક ખોલી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે.

સૌથી પહેલા Google Device Manager પર જાઓ. અહીં તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો. હવે તમારે અહીં તમારો ફોન સિલેક્ટ કરવાનો રહેશે. હવે તમે તમારી સ્ક્રીન પર લોક વિકલ્પ જોશો. હવે તમારો નવો પાસવર્ડ ટાઈપ કરો. આ પછી Lock પર ક્લિક કરો. નવા પાસવર્ડ વડે તમારા ફોનને અનલોક કરો.