ગણેશ ઉત્સવના ઉપવાસ દરમિયાન ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, જાણો નિયમો !

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી બાપ્પા ઘરે બિરાજમાન થઈ ગયા છે. ઘરે-ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. આ પાવન અવસરે ભક્તો પોતાના દુઃખો દૂર કરવા અને સુખ-સમૃદ્ધિ મેળવવા માટે સંપૂર્ણ નિયમો સાથે ઉપવાસ રાખી રહ્યા છે.

| Updated on: Sep 15, 2026 | 7:57 AM
1 / 9
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઉપવાસ દરમિયાન ખાન-પાનની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો ઉપવાસ દરમિયાન અજાણતાં પણ કોઈ અયોગ્ય વસ્તુ ખાઈ લેવામાં આવે, તો પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી એવી માન્યતા છે. (Image Source | Unsplash)

2 / 9
ગણેશ ઉત્સવના પાવન દિવસોમાં કોઈપણ પ્રકારના તામસિક ભોજનનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. આ દરમિયાન ઘરમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવો નહીં, કારણ કે શાસ્ત્રોમાં તેને તામસિક શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. (Image Source | Unsplash)

3 / 9
આ ઉપરાંત માંસ, દારૂ અથવા કોઈપણ પ્રકારના નશાથી સંપૂર્ણપણે દૂર રહેવું શ્રેષ્ઠ માનવાામં આવે છે. ઉપવાસ રાખનાર વ્યક્તિએ જ નહીં, પરંતુ ઘરના અન્ય સભ્યોએ પણ આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ. (Image Source | Unsplash)

4 / 9
માન્યતા અનુસાર, તામસિક ભોજન કરવાથી મનમાં અશાંતિ આવી શકે છે અને પૂજાનું પવિત્ર વાતાવરણ પણ તે પ્રભાવિત થઈ શકે છે. તેથી ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન માત્ર શુદ્ધ અને તાજું બનાવેલું સાત્વિક ભોજન જ લેવું શ્રેષ્ઠ માનવાામં આવે છે. (Image Source | Unsplash)

5 / 9
ગણેશ ઉત્સવના દિવસોમાં ઉપવાસ રાખનારા લોકોએ સામાન્ય સફેદ મીઠું ખાવાનું ટાળવું જોઈએ. જો ઉપવાસ દરમિયાન ફળાહાર કરવામાં આવે, તો માત્ર સિંધવ મીઠુંનો ઉપયોગ કરવો જોઈએ. (Image Source | Unsplash)

6 / 9
તેની સાથે જ ઘઉં, ચોખા, દાળ અને મેંદા જેવા અનાજનું સેવન ઉપવાસ દરમિયાન કરવામાં આવતું નથી. બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે ગણેશજીના કોઈપણ ભોગ અથવા ફળાહારમાં તુલસીના પાનનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. (Image Source | Unsplash)

7 / 9
ભગવાન ગણેશજીની પૂજા દરમિયાન તુલસી અર્પણ કરવું કે ચઢાવવું અથવા તેને પ્રસાદમાં સામેલ કરવા પર સખત પ્રતિબંધ છે. (Image Source | Unsplash)

8 / 9
ઉપવાસ દરમિયાન વાસી અથવા પહેલેથી રાખવામાં આવેલા ભોજનનું સેવન કરવું નહીં. શાસ્ત્રોમાં વાસી ભોજનને અશુદ્ધ માનવામાં આવ્યું છે. જેનાથી શરીર અને મન બંને પર નકારાત્મક અસર થતી હોવાનું માનવામાં આવે છે. (Image Source | Unsplash)

9 / 9
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)

Follow Us
Loading...
Unable to load recommendations.