Eye Vision Care : આંખોની રોશની વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ ! મોતિયાનું જોખમ પણ ઘટશે ?

સ્વસ્થ ડાયટ આંખોના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માત્ર ખોરાક ખાવાથી ચશ્માનો નંબર દૂર થઈ જાય છે એવો દાવો વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. તેમ છતાં, કેટલાક પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક આંખોને સ્વસ્થ રાખવામાં અને નબંર ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

| Updated on: Jul 05, 2026 | 8:54 AM
1 / 6
પાલક અને મેથી જેવા લીલા શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન નામના એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ તત્વો મેક્યુલાનું (માનવીની આંખના પાછળના ભાગમાં આવેલા રેટિના) રક્ષણ કરે છે અને ઉંમર વધતા દૃષ્ટિ સંબંધિત કેટલીક સમસ્યાઓ તેમજ મોતિયાના જોખમને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. (Image Source | iStock)

2 / 6
નારંગી, મોસંબી, લીંબુ અને આમળા જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન C  ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન C આંખોમાં રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે અને મોતિયાનું જોખમ ઘટાડે છે. આમળાનો રસ આંખો માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
ગાજરને આંખો માટે વરદાન માનવામાં આવે છે. તેમાં બીટા-કેરોટીન હોય છે. જેને આપણું શરીર વિટામિન Aમાં રૂપાંતરિત કરે છે. વિટામિન A રેટિનાને સ્વસ્થ રાખે છે અને અંધારામાં સ્પષ્ટ રીતે જોવાની ક્ષમતામાં સુધારો કરી શકે છે. (Image Source | iStock)

4 / 6
અળસીના બીજ અને ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે આંખોની ડ્રાયનેસ ઘટાડવામાં મદદ કરી શકે છે.  (Image Source | iStock)

5 / 6
બદામ અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સમાં વિટામિન E અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે. વિટામિન E આંખોની કોષોને ઓક્સિડેટિવ નુકસાનથી બચાવવામાં મદદરૂપ બને છે. સવારે 4થી 5 પલાળેલા બદામનું નિયમિત સેવન સંતુલિત ડાયટનો એક સારો ભાગ બની શકે છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. તમારા ડાયટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલાં અથવા કોઈપણ બીમારી માટે કોઈપણ ઉપાય અપનાવતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી. (Image Source | iStock)

Follow Us