પેટનો દુખાવો, ઉલટી અને નબળાઈ… ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે તરત જ કરો આ 5 કામ, મિનિટોમાં મળશે રાહત

બહારનું જંક ફૂડ અથવા ખરાબ ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. તેનાથી પેટમાં તીવ્ર દુખાવો પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો? ચાલો જાણીએ.

| Updated on: Oct 03, 2026 | 2:21 PM
1 / 7
ખરાબ, બગડેલો કે વાસી ખોરાક ખાવાથી ઘણીવાર ફૂડ પોઇઝનિંગ થાય છે. ઘણા લોકો હાલમાં ફૂડ પોઇઝનિંગથી પીડાય છે. તેનાથી પેટમાં ખેંચાણ, ઉલટી અને નબળાઈ થાય છે. (Image Sources | iStock)

2 / 7
જ્યારે ઝેરી પદાર્થો પેટમાં પ્રવેશ કરે છે, ત્યારે પાચનતંત્ર તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. જેના કારણે પેટમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, તાત્કાલિક સારવાર લેવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. (Image Sources | iStock)

3 / 7
ઉલટીના કારણે ડિહાઇડ્રેશન થાય છે તેનાથી પેટમાં ખેંચાણ થઈ શકે. નિષ્ણાતોના મતે, આને ટાળવા માટે ORS પીવું જોઈએ. ફક્ત સાદા પાણી પીવાને બદલે, WHO-પ્રમાણિત ORS પાણી પીવું ફાયદાકારક હોય છે. (Image Sources | iStock)

4 / 7
પેટમાં તીવ્ર દુખાવો હોય તો તમે પેટ પર ગરમ પાણીની થેલી અથવા હીટિંગ પેડ 15થી 20 મિનિટ માટે લગાવી શકો છો. તેનાથી ખેંચાણમાં તાત્કાલિક રાહત મળે છે. (Image Sources | iStock)

5 / 7
ફૂડ પોઇઝનિંગમાં હળવો ખોરાક લેવો જેમ કે મગના દાળની પાતળી ખીચડી અને દલિયા. તળેલું-મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ.  (Image Sources | iStock)

6 / 7
ફૂડ પોઇઝનિંગ દરમિયાન શરીરને આરામ આપવો પણ ખૂબ જરૂરી છે. ઊલટીના કારણે શરીરમાંથી પાણી અને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટે છે. તેથી પૂરતો આરામ કરવો જોઈએ. (Image Sources | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. સતત દુખાવો હોય તો ઘરેલુ ઉપાય કરતાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. (Image Sources | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.