MethiPak Recipe : શિયાળામાં ખાશો તો આખુ વર્ષ રહેશો તંદુરસ્ત ! આ રીતે જ ઘરે બનાવો મેથીપાક, જુઓ તસવીરો

|

Nov 09, 2024 | 2:54 PM

શિયાળામાં મોટાભાગ ઘરોમાં ઠંડીમાં ખાવા માટે સ્પેશિયલ વસાણુ બનાવવામાં આવે છે. તો આજે આપણી જાણીશું કે ઘરે સરળતાથી મેથી પાક અથવા તો મેથીના લાડુ કેવી રીતે બનાવી શકાય છે.

1 / 5
ઘરે મેથી પાક બનાવવા માટે મેથીનો લોટ, ઘઉંનો લોટ, અડદનો લોટ, ગુંદર, કોપરાની છીણ, ઘી, ગંઠોળા પાઉડર, સૂંઠ પાઉડર, ખસખસ, બદામ, ડ્રાય ફ્રુટ્સ, ગોળ સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 5
મેથીપાક બનાવવા માટે સૌથી પહેલા ગુંદરને પીસી લો. ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ, અડદનો લોટ, ગુંદરનો પાઉડરને પેનમાં ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
હવે આ મિશ્રણને બીજા વાસણમાં કાઢી લો. ત્યારબાદ ફરી એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ શેકી લો. આ પછી મિક્સ ડ્રાય ફ્રુટ, ખસખસ અને કોપરાની છીણને બરાબર મિક્સ કરી ઠંડુ થવા મુકો.

4 / 5
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરીને ઓગાળી લો. હવે તેમાં ઘઉં, મેથી અને ચણાના લોટનું મિશ્રણ સહિત સૂંઠનો પાઉડર ઉમેરી મિક્સ કરો.

5 / 5
હવે તૈયાર કરેલા મિશ્રણને એક થાળીમાં કાઢીને બરાબર પાથરી લો. તેમજ આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેના ચોરસ ટુકડા કરો. આ મેથીપાકને તમે  થોડા દિવસ માટે સ્ટોર કરી શકો છો.

Published On - 2:14 pm, Sat, 9 November 24

Next Photo Gallery