Disha Thakar |
Nov 28, 2024 | 2:52 PM
સરસવનું સાગ બનાવવા માટે સરસવની ભાજી, ચીલની ભાજી, પાલક, મીઠું, આદું, લસણ, મરચાની પેસ્ટ, મકાઈનો લોટ, કોથમીર, ટામેટાની પ્યૂરી સહિતની સામગ્રી જરુર પડશે.
સરસવનું સાગ બનાવવા માટે સૌથી પહેલા સરસવની ભાજી, પાલકની ભાજી, ચીલની ભાજીને સરખી રીતે સાફ કરી ઝીણી કાપી લો. ત્યારબાદ 2 - 3 વખત સ્વચ્છ પાણીથી સાફ કરી પાણીમાં ઉકાળી લો.
હવે એક પેનમાં તેલ મુકી તેમાં જીરું, હીંગ ઉમેરો. ત્યારબાદ થોડી લસણ, આદું - મરચાની પેસ્ટ ઉમેરી સાંતળી લો. આ પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો.
સરસવની ભાજીને બ્લેન્ડરમાં મેશ કરી તેને પેનમાં ઉમેરો. આ સાથે જ તેમાં મકાઈનો 2-3 ચમચી લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદઅનુસાર મીઠું, લીલા મરચા, લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. આ સરસવની ભાજીને 30 મિનિટ ઉકળવા દો.
સરસવની ભાજી થોડી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો. તમે ઈચ્છો તો ફરી એક વાર શાકમાં ઘીનો વઘાર કરી શકો છો. તેમજ તમે મકાઈની રોટલી સાથે સરસવનું સાગ સર્વ કરી શકો છો.