
ટામેટાનો સૂપ બનાવવા માટે સૌથી પહેલા ડુંગળી, ટામેટા, કોથમરીને સ્વચ્છ પાણીએ ધોઈને કાપી લો. ત્યારબાદ કુકરમાં બટર નાખી તેમાં જીરું, કાપેલા ટામેટા, ડુંગળી, મીઠું, કોથમરી ઉમેરો. જો તમે ઈચ્છો તો લીલું મરચું પણ તેમાં નાખી શકો છો. હવે તેમાં 2 કપ પાણી ઉમેરી એક સીટી વાગ્યે ત્યાં સુધી થવા દો.

ટામેટા બફાઈ જાય અને થોડાક ઠંડા થાય ત્યારબાદ તેને મેશ કરી દો. હવે તેમાં જો જરુર લાગે તો એક કપ પાણી ઉમેરી ગેસ પર ઉકળવા મુકો. આ મિશ્રણમાં મરી પાઉડર, ખાંડ, મીઠું અને ફુદીનો ઉમેરી ઉકળવા દો. જ્યારે ટામેટો સૂપ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો.

હવે તમે ગરમા ગરમ ટામેટા સૂપને બ્રેડ ક્રમ્સ અથવા ગાર્લિક બ્રેડ સાથે સર્વે કરી શકો છો. તેમજ તમારા ડાયટમાં અથવા તો બાળકોને એક હેલ્ધી ઓપશન તરીકે સેવન કરવી શકો છો. ( All Image - Getty Image )
Published On - 2:52 pm, Wed, 8 January 25