
હવે ફ્રેંકીનો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં ધાણાજીરું, જીરું, કાળા મરી, તજ, મીઠું, લાલ મરચું પાવડર, સૂકી કેરીનો પાવડર નાખીને મિક્સ કરો. ત્યારબાદ એક રોટલી પર શેઝવાન ચટણી લગાવી લો. ત્યારબાદ કોબી, ઝીણી કાપેલી ડુંગળી અને તૈયાર કરેલો માવો ઉમેરો. તેના પર ચાટ મસાલો અને ચીઝ ઉમેરી તેનો રોલ બનાવી લો.

હવે એક તવી પર તેલ, બટર અથવા ઘી મુકી તમે ફ્રેંકીને બંન્ને બાજુથી બરાબર શેકી લો. જેથી તે ક્રિસ્પી બને. આ ફ્રેંકીને તમે નાસ્તામાં ખાઈ શકો છો. તેમજ બાળકોને ટીફીનમાં પણ આપી શકો છો.