
સમોસા સાથે ખાવામાં આવતી ગળી ચટણી બનાવવા માટે ગોળ, આમલી, જીરું, પાણી, તેલ, વરિયાળી, લાલ મરચું સહિત મીઠુંની જરુર પડશે.

એક નાની આમલીને 10 મિનિટ પાણીમાં પલાળી રાખો. 1 કપ પાણી ઉમેરો અને તેનો રસ કાઢો. હવે ગોળ અને આમલીનો રસ એક તપેલીમાં નાખો.

હવે ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. ત્યારબાદ તેમાંથી કચરો દૂર કરવા માટે મિશ્રણને ગળી લો. આ પછી તેમાં એક કપ પાણી ઉમેરી મિક્સ કરો.

આ મિશ્રણને 2 મિનિટને ઉકળવા મુકો. તેમજ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને વરિયાળી ઉમેરો. આ બંન્ને તતળી જાય એટલે ગેસ બંધ કરી તેને ગોળ અને આમલીના પાણીમાં નાખી તેને ઉકળવા દો.

ત્યારબાદ ચટણીમાં લાલ મરચું ઉમેરી ઉકળવા દો. જેથી ચટણી થોડી ઘટ્ટ થઈ જાય. ચટણી ઠંડી થાય ત્યારબાદ તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.