
હવે દાળને મિક્સરજારમાં લઈ તેમાં આદુ-મરચાં એકસાથે પીસી લો. ધ્યાન રાખો કે દાળના દાણા આખા ન રહી જાય. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ અને અડદની દાળ ઉમેરો. અડદની દાળ સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં સમારેલી ડુંગળી અને લીલા ધાણા સહિતના વેજીટેબલ ઉમેરી સાંતળી લો.

હવે આ વઘારને મગનીદાળની પેસ્ટમાં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે અપ્પમ પેનમાં તેલ લગાવો. ત્યારબાદ બેટરમાં ઈનો ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ બેટરને અપ્પમ પેનમાં ઉમેરી ઢાંકીને બંને બાજુ ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.

મગનીદાળના અપ્પમ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. હવે તમે આ અપ્પમને ચટણી સાથે પીરસી શકો છો.