
ત્યારબાદ કેરીની છાલ કાઢી તેના નાના-નાના ટુકડા કરી તેની પેસ્ટ બનાવી તૈયાર કરી લો. હવે એક પેનમાં થોડુંક ઘી ગરમ કરવા મુકો ત્યારબાદ કેરીની પેસ્ટ તેમાં ઉમેરી ગરમ થવા દો.

આ સમયે ખાસ ધ્યાન રાખવું કે કેરીની પેસ્ટ નીચે દાઝી ન જાય. કેરી પેસ્ટમાંથી પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી સતત હલાવતા રહો. કેરી જે પ્રમાણે ગળી હોય તે અનુસાર ખાંડ ઉમેરવી જેથી જામ વધારે ગળ્યો ન બની જાય.

જામના મિશ્રણમાંથી ખાંડન પાણી બળી જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ મેંગો જામ થોડોક ઠંડો થાય એટલે કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો.