
સ્ટીમરમાં પાણી ઉમેરી 5 મિનિટ પહેલા પાણી ઉકળવા દો. ત્યારબાદ થાળી પર તેલ લગાવી મૂઠિયાને બાફવા મુકી દો. આશરે 20 થી 25 મિનિટમાં મૂઠિયા બફાઈ જશે. મૂઠિયા ઠંડા થાય ત્યારે તેને નાના ટુકડામાં કાપી લો.

હવે એક કડાઈમાં તેલ લો. તેમાં રાય, તલ, જીરું,લીલા મરચા, મીઠા લીમડાના પાન, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેમાં કાપેલા મૂઠિયા ઉમેરી બરાબર મિક્સ કરી દો. તમે આ મૂઠિયા ચા સાથે અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.