
ચોકલેટ કેક, સ્ટ્રોબેરી કેક, પ્લમ કેકની જેમ જ ઘરે મેંગો મિનિ કેક ઘરે બનાવી શકાય છે. તો આજે ઓવન અને ઈંડા વગર ઘરે મેંગો મિનિ કેકની રેસિપી જોઈશું.

મેંગો મિનિ કેક બનાવવા માટે દૂધ, ખાંડ, કેરી, તેલ, મેંદો, બેકિંગ પાઉડર, ખાવા સોડા,ફૂડ કલર સહિતની સામગ્રીની જરુર પડશે.

કેરીને ધોઈને તેની છાલ કાઢી લો. ત્યારબાદ તેના નાના ટુકડા કરીને મિક્સરમાં પીસી લો. હવે આ પ્લપને એક વાસણમાં કાઢી લો.

હવે તેમાં ખાંડ અને તેલ ઉમેરી મિક્સ કરી લો. બીજા બાઉલમાં દૂધ, એક કપ મેંદાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં એક ચમચી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે ગેસ પર અપ્પમનું પેન મુકી તેને બટર અથવા તેલથી ગ્રીસ કરી લો. ત્યારબાદ તેમાં બેટરને ઉમેરી ઢાંકીને થવા દો.

આ મિનિ કેકને 10-15 મિનિટ કુક કરો ત્યાર બાદ તેને ગરમ અથવા ઠંડુ સર્વ કરી શકો છો.