
વંદે ભારત ટ્રેનમાં આ ઓપ્શન એટલા માટે આપવામાં આવ્યો નથી કારણ કે, ટ્રેન ખુબ સ્પીડમાં ચાલતી હોય છે. ઓછા સમયમાં વધારે અંતર કાપવાનું હોય છે. જેમાં ચેન ખેચી ટ્રેન રોકવી યોગ્ય નથી.

આ ટ્રેનમાં ભલે તમને ચેઈન પુલિંગનો વિકલ્પ ન મળે, પણ તેમાં તમને એલાર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પરંતુ તમે આ એલાર્મ ફક્ત ત્યારે જ વગાડી શકો છો જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય. જ્યારે તમે એલાર્મ વગાડો છો, ત્યારે ત્યાં એક કેમેરા અને માઈક લગાવેલું હોય છે. એલાર્મ વાગે છે અને ટ્રેનના લોકો પાયલટને સિગ્નલ મળે છે. તે તમારો ચહેરો જોઈ શકે છે અને તમારો અવાજ સાંભળી શકે છે.

અહીંથી તમે સીધી ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરી શકો છો અને તેને તમારી સમસ્યા જણાવી શકો છો. જો લોકો પાયલોટને લાગે કે તે યોગ્ય છે અને તમારી સમસ્યા વાજબી છે, તો તે ટ્રેન રોકી દેશે. પરંતુ જો તમે કોઈ કારણ વગર એલાર્મ વગાડ્યું હોય, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.