રાત્રે આખી ઊંઘ લીધા પછી પણ થાક અને આળસ અનુભવાય છે ? આ 4 લક્ષણો હોઈ શકે છે આયર્નની કમીનો સંકેત !

શું તમે પૂરતી ઊંઘ લીધા પછી પણ દિવસભર સુસ્તી અને થાક અનુભવો છો? આ માત્ર આળસ નથી પરંતુ શરીરમાં આયર્નની ભારે કમી હોઈ શકે છે. જાણો ડૉક્ટરે દર્શાવેલા તે મુખ્ય સંકેતો વિશે જે તમારે ક્યારેય ના ગણકારવા જોઈએ!

| Updated on: Aug 19, 2026 | 3:53 PM
1 / 8
ઘણા લોકો દિવસભર થાક, નબળાઈ અને માનસિક તણાવ અનુભવે છે અને તેને ઊંઘ પૂરી ન થવા કે કામના બોજ તરીકે માની લે છે. પરંતુ રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ પછી પણ જો સુસ્તી ન જાય, તો તેનું મુખ્ય કારણ શરીરમાં આયર્નની કમી હોઈ શકે છે.

2 / 8
ઈન્સ્ટાગ્રામ પર હેલ્થ એક્સપર્ટ જણાવ્યું છે કે જ્યારે શરીરમાં આયર્નની માત્રા ઘટી જાય છે, ત્યારે શરીર કેટલાક ખાસ સંકેતો આપવાનું શરૂ કરે છે જેની તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

3 / 8
જો સામાન્ય હવામાનમાં પણ તમને અન્ય લોકો કરતા વધારે ઠંડી લાગતી હોય અથવા હાથ-પગ સતત ઠંડા રહેતા હોય, તો આ શરીરમાં લોહીની કમી હોવાનો સંકેત છે.

4 / 8
ઘરના કે ઓફિસના સામાન્ય દૈનિક કામકાજ કરતી વખતે પણ જો શ્વાસ ચડવા લાગે અથવા હૃદયના ધબકારા ઝડપી થઈ જાય, તો એ દર્શાવે છે કે શરીરના અંગો સુધી આયર્ન દ્વારા પહોંચતો ઓક્સિજન ઓછો પડી રહ્યો છે.

5 / 8
શરીરમાં આયર્નનું સ્તર ઘટવાને કારણે વાળના મૂળ સુધી પૂરતું પોષણ પહોંચતું નથી, જેના કારણે અચાનક અને ખૂબ જ ઝડપથી હેયરફોલ થવા લાગે છે.

6 / 8
આંખોની અંદરનો ભાગ અને ત્વચાનો રંગ આછો પીળો કે નિસ્તેજ દેખાવા લાગે, તો તે શરીરમાં લાલ રક્તકણો (Red Blood Cells) ઘટવાનું સ્પષ્ટ લક્ષણ છે.

7 / 8
આ લક્ષણો માત્ર આયર્નની કમી જ નહીં, પણ અન્ય વિટામિન્સની ઊણપ અથવા સ્વાસ્થ્ય સંબંધિત બીજી સમસ્યાઓના કારણે પણ હોઈ શકે છે.

8 / 8
જો આ લક્ષણો તમને લાંબા સમય સુધી સતત અનુભવાતા હોય, તો જાતે ઈલાજ કરવા કે સપ્લીમેન્ટ્સ લેવાને બદલે યોગ્ય બ્લડ ટેસ્ટ કરાવીને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Follow Us
Loading...
Unable to load recommendations.