કીડીથી લઈને વાંદરા સુધી… બસ આ એક કામ કરો અને જુઓ કુંડળીના તમામ ગ્રહ દોષ ચપટીમાં થશે ‘ગાયબ’

સનાતન ધર્મ અને જ્યોતિષમાં પશુ-પક્ષીઓની સેવા કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે. ઘણીવાર કુંડળીમાં ગ્રહો નબળા હોવાને કારણે જીવનમાં માનસિક, શારીરિક કે આર્થિક મુશ્કેલીઓ આવે છે. આ ગ્રહ દોષ દૂર કરવા માટે અબોલ જીવોની સેવા કરવી એ સૌથી સરળ અને અચૂક ઉપાય છે. એવામાં ચાલો જાણીએ કે, કયા પશુ-પક્ષીને ભોજન આપવાથી કયો ગ્રહ શાંત થાય છે.

| Updated on: Sep 04, 2026 | 2:24 PM
1 / 9
સનાતન ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલની આપણા જીવન પર ઊંડી અસર માનવામાં આવી છે. ઘણી વાર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી હોવાને કારણે વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગ્રહોને શાંત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જેમાંથી સૌથી સરળ અને અચૂક ઉપાય પશુ-પક્ષીઓની સેવા કરવી છે.

2 / 9
જો તમારી કુંડળીમાં મંગળ ભારે હોય અથવા તમે શનિની સાડા સાતી કે ઢૈય્યાથી પરેશાન હોવ, તો કીડીઓને ભોજન આપવાનું શરૂ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કીડીઓને લોટ કે ખાંડ (બૂરું) નાખવાથી માનસિક તણાવ દૂર થાય છે અને દેવામાંથી મુક્તિ મળે છે.

3 / 9
હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવી છે. તેમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગાયની સેવા કરવાથી કુંડળીના તમામ નવે નવ ગ્રહો શાંત થાય છે અને શુભ ફળ આપનારા બને છે. રોજ સવારે પહેલી રોટલી ગાયને ખવડાવવાથી અને તેમની પીઠ થાબડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. બીજું કે, વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

4 / 9
અવારનવાર લોકો બિલાડીનું રસ્તો કાપવું અશુભ માને છે પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી બિલાડીનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુની ખરાબ અસર ચાલી રહી હોય, જેનાથી બનેલા કામ બગડી રહ્યા હોય, તો બિલાડીની સેવા કરવી કે તેમને દૂધ-ભોજન આપવાથી રાહુની નકારાત્મક અસર ઓછી થાય છે.

5 / 9
માછલીઓને ચણ કે લોટની ગોળીઓ ખવડાવવી એ ખૂબ જ શક્તિશાળી ઉપાય માનવામાં આવ્યો છે. આ ઉપાય મુખ્યત્વે શનિ અને રાહુ ગ્રહને શાંત કરવા માટે કરવામાં આવે છે. આવું કરવાથી કરિયરમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને અચાનક આવતી મુશ્કેલીઓ સામે રક્ષણ મળે છે.

6 / 9
કાગડાને યમનો દૂત અને શનિદેવનું વાહન માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય કે પિતૃદોષની સમસ્યા હોય, તો કાગડાઓને રોજ રોટલીનો ટુકડો કે ગાંઠિયા ખવડાવો. ખાસ કરીને શનિવારના દિવસે કાગડાઓને ભોજન કરાવવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કુતરાને ભૈરવ બાબાનું વાહન માનવામાં આવે છે અને તેનો સંબંધ સીધો કેતુ તેમજ શનિ ગ્રહ સાથે છે. કાળા કે કાબરચિત્રા કુતરાને સરસવના તેલવાળી રોટલી ખવડાવવાથી રાહુ-કેતુની ખરાબ અસરો દૂર થાય છે અને સંતાન સુખમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે.

7 / 9
કબૂતર, પોપટ તથા અન્ય પક્ષીઓને ચણ નાખવું અને તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આ બુધ અને રાહુ ગ્રહને મજબૂત કરે છે. બુધ ગ્રહને વેપાર અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. પક્ષીઓની સેવા કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે, શિક્ષણ ક્ષેત્રે સફળતા મળે છે અને ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે છે.

8 / 9
વાંદરાઓને હનુમાનજીનું રૂપ માનવામાં આવે છે. તેમનો સંબંધ મંગળ અને સૂર્ય ગ્રહ સાથે છે. મંગળવાર કે શનિવારના દિવસે વાંદરાઓને ચણા, કેળા કે ગોળ ખવડાવવાથી કુંડળીમાં મંગળ મજબૂત થાય છે, જેનાથી વ્યક્તિના સાહસમાં વધારો થાય છે અને અકસ્માતના યોગ ટળે છે. સાથે જ સમાજમાં માન-સન્માન (સૂર્યનો પ્રભાવ) વધે છે.

9 / 9
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ ઉપાયો માત્ર આપણા ગ્રહોને શાંત જ નથી કરતા પરંતુ આપણને જીવ દયા અને કરુણાનો પાઠ પણ ભણાવે છે. કોઈ પણ મોટા ખર્ચ વિના, માત્ર આપણા દૈનિક જીવનમાં થોડો બદલાવ કરીને અને આ અબોલ જીવોની મદદ કરીને આપણે આપણા જીવનની ઘણી પરેશાનીઓને સરળતાથી ઉકેલી શકીએ છીએ.

Published On - 2:23 pm, Fri, 4 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.