
દરેક સભ્ય દેશને તેના અર્થતંત્રના કદના આધારે IMF દ્વારા ક્વોટા (નિશ્ચિત રકમ) આપવામાં આવે છે. IMF ને પૈસા તેના નક્કી કરેલા ક્વોટા પેમેન્ટથી મળે છે. આ ક્વોટા IMF નો મુખ્ય નાણાકીય સ્ત્રોત છે અને આમાંથી મળેલા નાણાંમાંથી જ તે દેશોને લોન આપે છે.

વધુમાં, જે દેશો IMF પાસેથી લોન લે છે તેઓ નિશ્ચિત ધોરણે વ્યાજ ચૂકવે છે. ટૂંકમાં, આ પણ આવકનો એક સ્ત્રોત છે. આ ઉપરાંત, IMF ગરીબ દેશોને રાહત દરે લોન આપે છે. આ માટે, IMF અલગ ટ્રસ્ટ ફંડનો ઉપયોગ કરે છે. IMF ના 190 સભ્ય દેશો મુખ્યત્વે IMF ને ફંડ પૂરું પાડે છે. આમાં અમેરિકા, જાપાન, ચીન જેવા મોટા અર્થતંત્રો ધરાવતા દેશો સૌથી વધુ ફાળો આપે છે.

બીજું કે, જે દેશો IMF માં સૌથી વધુ ફંડનું યોગદાન આપે છે, તે દેશો International Monetary Fund ના આંતરિક બાબતોમાં નિર્ણયો લેવાની વધુ સત્તા ધરાવે છે. આ દેશો પાસે કોઈપણ દેવાની વિનંતી કરનાર દેશની અરજી સ્વીકારવાની કે રદ કરવાની સત્તા હોય છે.

આર્જેન્ટિના પર IMF નું સૌથી વધુ દેવું છે, જેનું દેવું આશરે $57 બિલિયન છે. યુક્રેન બીજા ક્રમે છે, જેનું દેવું $14 બિલિયન છે. ત્રીજા ક્રમે ઇજિપ્ત પર $9 બિલિયનનું દેવું છે.
Published On - 3:04 pm, Tue, 16 December 25