
ઘણી વખત નાના છોકરાઓ અને છોકરીઓ માહિતીના અભાવે કે શરમના કારણે કોન્ડોમ ખરીદવાનું ટાળે છે, જેના કારણે તેઓ જોખમમાં મુકાઇ જાય છે. આથી ત્યાંની સરકાર ઇચ્છે છે કે, કોઈને કોન્ડોમ મેળવવામાં આર્થિક કે સામાજિક અવરોધ ન આવે.

અહેવાલો અનુસાર, ફ્રાન્સમાં ફાર્મસી, યુનિવર્સિટી હેલ્થ સેન્ટર અને ક્લિનિક્સમાં કોન્ડોમ સરળતાથી મળી રહે છે. નિયમમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જે કોઈ કોન્ડોમ ઈચ્છે તે જઈને મફતમાં મેળવી શકે છે, પછી ભલે તે 16 વર્ષનો હોય કે 18 વર્ષથી વધુનો હોય.

જો કોઈ કિશોર સુરક્ષિત રહેવા માંગે છે, તો તેણે તેના માટે પૈસા ખર્ચવાની જરૂર નથી. જોવા જઈએ તો, લગભગ 3-4 વર્ષ પહેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરમાં આ પહેલની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, યુવાનોએ સેક્સ્યુઅલ હેલ્થ વિશે વધુ જાગૃત રહેવું જોઈએ અને સરકારની ફરજ છે કે તેઓને મફતમાં સલામત ઉપાયો આપે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોન્ડોમની ઍક્સેસ સરળ બનાવવી જરૂરી છે, જેથી એઇડ્સ અને અન્ય જાતીય રોગોનું જોખમ ઘટાડી શકાય.

હકીકતમાં, આ નિર્ણય ત્યાં અનિચ્છનીય ગર્ભાવસ્થા અને STI એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનને રોકવા તેમજ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.