ચહેરા પરના વધારે પડતા તલથી પરેશાન છો ? મોંઘી ટ્રીટમેન્ટ ભૂલી જાવ, અપનાવો આ અસરકારક દેશી રીતો

ચહેરા પરના તલથી છુટકારો મેળવવો હવે બિલકુલ મુશ્કેલ નથી. કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર માત્ર ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને તમે અણગમતા તલને દૂર કરી શકો છો. હવે સવાલ એ છે કે, બ્યુટી ટ્રીટમેન્ટની સાઈડ ઈફેક્ટથી બચીને તલને જડમૂળથી અને કુદરતી રીતે હટાવવા માટે શું કરવું જોઈએ?

| Updated on: Sep 07, 2026 | 5:49 PM
1 / 7
રૂપમાં ચાર ચાંદ ત્યારે જ લાગે છે, જ્યારે તમારા શરીર પર એક પણ દાગ-ધબ્બો ન હોય અને સુંદર ચહેરા માટે આ ખૂબ જ જરૂરી છે. શરીર પર એક તલ જ્યાં તમને સુંદર બનાવી દે છે, ત્યાં જ શરીરમાં ઘણા બધા તલ તેને કદરૂપું બનાવી દે છે. સત્ય તો એ છે કે, ચહેરા પર તલને સુંદરતાની નિશાની માનવામાં આવેલ છે પરંતુ ચહેરા પર ખૂબ વધારે તલ બિલકુલ પણ સારા નથી લાગતા.

2 / 7
ક્યારેક ક્યારેક ચહેરા સિવાય પીઠ અથવા હાથ પર પણ ઢગલાબંધ તલ આવી જાય છે, જે સારા નથી લાગતા. આમ તો તેને હટાવવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે પરંતુ તેનાથી સાઈડ ઈફેક્ટનો ખતરો પણ બનેલો રહે છે. હવે જો તમે શરીર પર રહેલ તલ હટાવવા માંગો છો, તો આ ઉપાયોની મદદ લઈ શકો છો.

3 / 7
તલને સાફ કરવા માટે તલ વાળી જગ્યા પર દરરોજ નાળિયેર તેલથી માલિશ કરો. આ ઉપાય કેટલાક દિવસ નિયમિત રીતે દોહરાવવાથી તલ ઝાંખા થવા લાગશે અને ધીરે ધીરે ગાયબ પણ થઈ જશે. ખરી વાત તો એ છે કે, તલ હટાવવાનો આ ઉપાય ધીરે ધીરે કામ કરે છે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી હોતી.

4 / 7
તમારા ચહેરા પરથી અણગમતા તલને હટાવવા માટે બેકિંગ સોડા અને કૅસ્ટર ઓઈલ (એરંડિયું) નો ઉપયોગ કરી શકો છો. આના માટે એક ચમચી કૅસ્ટર ઓઈલમાં એક ચમચી બેકિંગ સોડા ભેળવીને એક સરસ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તલ પર સારી રીતે લગાવીને રાતભર રહેવા દો. હવે સવારે ચહેરો અથવા જ્યાં તમે આ પેસ્ટ લગાવી છે, તેને ચોખ્ખા પાણીથી સાફ કરી લો. આ ઉપાયને કેટલાક દિવસ સતત દોહરાવો. આ પછી તલ ધીરે-ધીરે ઝાંખો થશે અને પછી પૂરી રીતે સાફ થઈ જશે.

5 / 7
આમ તો લસણ ખાવામાં ઉપયોગમાં લેવાય છે પરંતુ અણગમતા તલને હટાવવા માટે લસણનો ઉપયોગ પણ કરી શકાય છે. લસણની કેટલીક કળીઓને સારી રીતે બારીક વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તલ પર લગાવીને પટ્ટી બાંધી લો. રાતભર તેને લાગેલું રહેવા દો અને પછી સારી રીતે સાફ કરી લો. બસ કેટલાક દિવસોમાં તમને અસર દેખાવા લાગશે.

6 / 7
અણગમતા તલથી છુટકારો મેળવવા માંગો છો, તો બટાકાનો ઉપયોગ કરી શકો છો. બટાકામાં બ્લીચના ગુણ હોય છે, જેનાથી તલ હટાવી શકાય છે. બટાકાની સ્લાઈસ કાપી લો અને સ્લાઈસને તલ વાળી જગ્યા પર ધીરે ધીરે ઘસવા લાગો. કેટલાક દિવસ આ ઉપાય કર્યા પછી તલ પૂરી રીતે સાફ થઈ જશે.

7 / 7
મધનો ઉપયોગ પણ તલ હટાવવા માટે કરવામાં આવતો રહ્યો છે. એક ચમચી મધમાં ચપટી ભરીને હળદર પાવડર ભેળવીને 15 મિનિટ માટે તલ પર લગાવીને છોડી દો. આ પછી નવશેકા પાણીથી સાફ કરી લો.

Follow Us
Loading...
Unable to load recommendations.