
કેટલીક આંખોની સમસ્યાઓ ફક્ત આંખોને સાથે સંબંધિત નથી હોતી. કેટલીકવાર તે કિડનીના સ્વાસ્થ્યને લઈને પણ સંકેત આપે છે. જો આ લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ટાળી શકાય છે.

સવારે ઉઠતાની સાથે જ આંખોમાં સોજો આવવો સામાન્ય છે પરંતુ જો આ સોજો દિવસભર રહે તો તે કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવું ત્યારે થાય છે, જ્યારે પેશાબ દ્વારા પ્રોટીન બહાર આવવા લાગે છે. આને પ્રોટીન્યુરિયા કહેવાય છે.

અચાનક ઝાંખી દ્રષ્ટિ અથવા ડબલ વિઝન પણ આંખની નબળાઈની નિશાની હોય છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યા જે કિડનીની સાથે સંકળાયેલી છે, તે આંખોની નાની ચેતાને પણ અસર કરી શકે છે. આનાથી દ્રષ્ટિમાં ફેરફાર થઈ શકે છે અથવા તો અચાનક દ્રષ્ટિ ગુમાવી શકાય છે.

કિડનીના રોગથી પીડાતા લોકો ખાસ કરીને ડાયાલિસિસ પર રહેલા લોકો ઘણીવાર આંખો સુકાઈ જવાની અને ખંજવાળની ફરિયાદ કરે છે. આનું કારણ શરીરમાં મિનરલ્સ અને ટૉક્સિનનું અસંતુલન હોઈ શકે છે. જો તમને હંમેશા આંખો રગડવાનું મન થાય છે, તો ડૉક્ટરની સલાહ લો.

જો આંખો વારંવાર લાલ દેખાય છે તો સમજી જજો કે, આ કિડની સંબંધિત સમસ્યાનું સંકેત હોઈ શકે છે. આનું કારણ હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ હોઈ શકે છે. ક્યારેક લ્યુપસ નેફ્રાઇટિસ જેવા કિડનીના રોગો પણ આંખોને અસર કરે છે.

કિડનીની સમસ્યા ધરાવતા કેટલાક લોકોને રંગો, ખાસ કરીને વાદળી અને પીળા રંગને અલગ પાડવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા ઓપ્ટિક નર્વને થયેલ નુકશાન અથવા રેટિના પર લાંબા ગાળાની બીમારીના અસરકારક ફેરફારોને કારણે ઊભી થાય છે. આવા લક્ષણો દેખાય તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.