
બિઝનેસ ચલાવવા માટે MSME/Udyam Registration, GST નંબર, ટ્રેડ લાઈસન્સ અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. આ બિઝનેસ નાના સ્તરે શરૂ કરશો તો ₹5 થી ₹8 લાખ જેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે, જ્યારે મિડ લેવલે ₹10 થી ₹15 લાખ અને મોટા લેવલે ₹20 લાખથી વધુનું રોકાણ કરવું પડી શકે છે.

આવકની વાત કરીએ તો, નાના ઓર્ડર્સથી લઈને મોટા પ્રોજેક્ટ સુધી જો કામ મળશે તો દૈનિક ₹3,000 થી ₹10,000 સુધી અને માસિક ₹90,000 થી ₹3 લાખ સુધીની કમાણી થઈ શકે છે. પ્રિન્ટિંગ પ્રેસમાં સામાન્ય રીતે 30% થી 50% સુધીનું પ્રોફિટ માર્જિન રહે છે.

માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા પેજ પર તમારી ડિઝાઇન અને પ્રિન્ટના સેમ્પલ પોસ્ટ કરો. ત્યારબાદ લોકલ ન્યૂઝ પેપર અને રેડિયો દ્વારા જાહેરાત કરાવો તેમજ સ્કૂલ, કોલેજ, ઈવેન્ટ પ્લાનર, ડેકોરેશન વાળા અને ગિફ્ટ શોપ સાથે ટાઈઅપ કરો. લગ્ન સીઝન અને ફેસ્ટિવલ સીઝન દરમિયાન ખાસ પેકેજ અને ડિસ્કાઉન્ટ ઓફર આપીને વધુ ઓર્ડર મેળવી શકાય છે.

સમયસર ડિલિવરી, પ્રિન્ટ અને પેપરની ક્વોલિટી જાળવવી, નવી ડિઝાઇન અપડેટ કરવી અને ગ્રાહકો સાથે સંબંધ જાળવી રાખો. જો તમે યોગ્ય પ્લાનિંગ અને માર્કેટિંગ સાથે પ્રિન્ટિંગ પ્રેસ બિઝનેસ શરૂ કરશો તો થોડા સમયમાં જ આ ક્ષેત્રમાં પોતાની બ્રાન્ડ શરૂ કરી શકો છો.