કેટલુ કન્ટ્રીબ્યુશન? : હાલમાં, કર્મચારી અને એમ્પ્લોયર બંને કર્મચારીના મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને કોઈપણ રિટેનિંગ એલાઉન્સ EPFમાં 12 ટકા યોગદાન આપે છે. કર્મચારીનું સંપૂર્ણ યોગદાન EPFમાં ફાળવવામાં આવે છે, જ્યારે એમ્પ્લોયરના 12 ટકા યોગદાનને EPFમાં 3.67 ટકા અને EPSમાં 8.33 ટકા તરીકે વિભાજિત કરવામાં આવે છે. વધુમાં, ભારત સરકાર રૂ. 15,000 થી ઓછી કમાણી કરનારાઓ માટે કર્મચારી પેન્શનમાં 1.16 ટકા યોગદાન આપે છે.