
ઘણીવાર એવું બને છે કે, આખી રકમ આવવાને બદલે તમારા બેંક ખાતામાં માત્ર થોડી રકમ જ ક્રેડિટ થાય છે. આવું એટલા માટે કારણ કે, તમારા EPF બેલેન્સનો માત્ર એક હિસ્સો જ રિલીઝ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે એમ્પ્લોઈના શેયર રિલીઝ થઈ જાય છે, જ્યારે એમ્પ્લોયરનું કન્ટ્રિબ્યુશન અથવા તો સર્વિસ વિગતોનું વેરિફિકેશન પેન્ડિંગ રહેતું હોય છે. તમારા EPF બેલેન્સનો કયો ભાગ બાકી છે અને કયો ભાગ ચૂકવવામાં આવ્યો છે, તે નક્કી કરવા માટે તમે તમારી પાસબુક ચકાસી શકો છો.

નોકરી છોડ્યા પછી ફાઇનલ પીએફ સેટલમેન્ટમાં વિલંબ થવાનું એક મુખ્ય કારણ એ છે કે, તમારા એમ્પ્લોયરે તમારી ડેટ ઓફ એક્ઝિટ અથવા સર્વિસ ડિટેલ્સ અપડેટ કરી નથી. આ અપડેટ વગર EPF તમારું ફુલ એન્ડ ફાઇનલ ક્લેમ પ્રોસેસ કરી શકતું નથી.આવી સ્થિતિમાં, તમારે HR ટીમને તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટે કહેવું પડશે.

જો આ તમામ પ્રયાસો કરવા છતાં તમારા ક્લેઇમની પ્રક્રિયા ન થાય, તો તમે EPFiGMS પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો. તમારે તમારા ક્લેઇમની વિગતો અને તમારા બેંક પુરાવાનો સ્ક્રીનશોટ સબમિટ કરવાની જરૂર પડશે. EPFO સામાન્ય રીતે તમારી ફરિયાદ 2-3 દિવસની અંદર સંબંધિત અધિકારીને મોકલે છે.