
આનાથી લાંબા સમય સુધી ડિફોલ્ટ કરનારા એમ્પ્લોયરો પરની દંડની જવાબદારીમાં ઘટાડો થશે. જ્યારે ચાર મહિનાથી ઓછા સમયગાળા માટે ડિફોલ્ટ કરનારા એમ્પ્લોયરો માટે દરોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

હાલમાં, એમ્પ્લોયર્સ માટે દર મહિનાની 15મી તારીખે અથવા તે પહેલાં EPFO સાથે પાછલા મહિનાનું રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે અને તે પછી કોઈપણ વિલંબને ડિફોલ્ટ ગણવામાં આવે છે.