
કંપનીઓ કોઈપણ કાનૂની ગૂંચવણ વગર સ્વેચ્છાએ આગળ આવી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ આપી શકશે.

નોકરીદાતાઓ માટે મોટી રાહત સામાન્ય રીતે જૂનું PF જમા કરાવવામાં મોટો દંડ અને વ્યાજ લાગતું હોય છે, પરંતુ આ યોજના હેઠળ જો નોકરીદાતા સ્વેચ્છાએ નોંધણી કરે તો તેમને દંડ પેટે માત્ર ₹100 ચૂકવવા પડશે.

વળી, જે કિસ્સામાં અગાઉ કર્મચારીનો હિસ્સો કાપવામાં આવ્યો ન હોય, ત્યાં નોકરીદાતાએ માત્ર પોતાનો હિસ્સો અને વહીવટી ફી જ જમા કરાવવાની રહેશે. આનાથી કંપનીઓ પરનો આર્થિક બોજ હળવો થશે અને લાખો કર્મચારીઓને નિવૃત્તિ પછીનો આધાર મળશે.