વિજળીથી ઊડશે હવે ઇલેક્ટ્રિક પ્લેન ! દિલ્હીથી દહેરાદૂનની સફર ટેક્સીના ભાડામાં થશે?

શું હવે વિમાનનો ઉપયોગ ઓટો કે ટેક્સીની જેમ થશે? અમેરિકાના નવા 'ઇલેક્ટ્રિક પ્લેન X1' એ વીજળી વાપરીને સસ્તા હવાઈ સફરની નવી આશા જગાડી છે! જાણો શું ખરેખર હવે ચા-કોફીના ભાવમાં ફ્લાઇટ ટિકિટ મળશે કે પછી આની પાછળ કોઈ બીજો જ નિયમ છે?

| Updated on: Aug 19, 2026 | 5:28 PM
1 / 10
દેશભરમાં એરલાઇન્સના ગગનચૂંબી ભાડા, સર્જ પ્રાઇસિંગ અને તહેવારોમાં ટિકિટના ભાવો વધી જવાના મુદ્દે સુપ્રીમ કોર્ટથી લઈને સામાન્ય જનતામાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે 'ઇલેક્ટ્રિક પ્લેન' ટેકનોલોજીએ વિમાન પ્રવાસ ક્ષેત્રે નવી આશા જગાડી છે.

2 / 10
આ મોંઘવારી વચ્ચે અમેરિકન એવિએશન કંપની 'હાર્ટ એરોસ્પેસ' (Heart Aerospace) એ તેના વિશાળ 'ઇલેક્ટ્રિક પ્લેન X1' ની પ્રથમ સફળ ટેસ્ટ ઉડાન ભરીને એવિએશન ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચ્યો છે.

3 / 10
ન્યૂયોર્કના એક રીજનલ એરપોર્ટ પરથી યોજાયેલી આ ટેસ્ટ ફ્લાઇટમાં ઇલેક્ટ્રિક પ્લેને 27 મિનિટ સુધી હવામાં ઉડાન ભરી હતી અને તેમાં માત્ર 5 ડોલર (લગભગ ₹578) ની વીજળી વપરાઈ હતી.

4 / 10
જો આ 27 મિનિટની ઉડાનમાં 30 મુસાફરો બેઠા હોત, તો પ્રતિ વ્યક્તિ વીજળીનો ખર્ચ માત્ર ₹17 થી પણ ઓછો આવત, જે એક કપ ચા કે કોફી કરતાં પણ ઓછો છે.

5 / 10
જો ભારતની દ્રષ્ટિએ સરખામણી કરીએ, તો દિલ્હીથી દહેરાદૂન કે દિલ્હીથી જયપુર વચ્ચેની અડધા કલાકની ફ્લાઇટ માટે આ ઇલેક્ટ્રિક પ્લેનમાં પાવરનો ખર્ચ માત્ર ₹500 ની આસપાસ જ આવશે.

6 / 10
ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ 5 ડોલરનો આંકડો માત્ર ઇલેક્ટ્રિક પ્લેનની વીજળીનો છે. આમાં પાઇલટનો પગાર, એરપોર્ટ ટેક્સ, મેઇન્ટેનન્સ અને પ્લેનની ખરીદી જેવો બીજો ખર્ચ ઉમેરાશે.

7 / 10
ઇલેક્ટ્રિક પ્લેન ઇંધણનો વપરાશ ઘટાડીને ઓપરેટિંગ કોસ્ટમાં મોટો ઘટાડો લાવશે, જેનાથી ભવિષ્યમાં એરલાઇન્સ કંપનીઓ તેમના ભાડાં ઘટાડવા માટે સક્ષમ બનશે.

8 / 10
કંપની આ ઇલેક્ટ્રિક પ્લેન X1 ની ટેકનોલોજીના આધારે 30 સીટ ધરાવતું હાઇબ્રિડ ઇલેક્ટ્રિક પ્લેન 'ES-30' વિકસાવી રહી છે, જેને વર્ષ 2031 સુધીમાં લોન્ચ કરવાનો મોટો પ્લાન છે.

9 / 10
કંપનીનો દાવો છે કે પરંપરાગત ફ્યુઅલ પ્લેનની સરખામણીએ ઇલેક્ટ્રિક પ્લેનનો ઓપરેટિંગ ખર્ચ 40% સુધી ઘટી જશે, જેના કારણે યુનાઇટેડ અને એર કેનેડા જેવી મોટી વૈશ્વિક એરલાઇન્સે પણ રસ દાખવ્યો છે.

10 / 10
ઇલેક્ટ્રિક પ્લેન આવવાથી રાતોરાત બધી જ ફ્લાઇટ્સ સસ્તી નહીં થાય, પરંતુ નજીકના ભવિષ્યમાં શોર્ટ-ડિસ્ટન્સ (ટૂંકા અંતરના) રૂટ્સ પર મુસાફરોને ટેક્સીના ભાવમાં હવાઈ સફર કરવાનો મોકો મળી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.