7 કરોડની સંપત્તિ, 53 લાખનું દેવું, 2 કરોડના ફ્લેટમાં રહેનાર ધર્મેન્દ્ર પ્રધાનનો પરિવાર જુઓ

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હાલમાં NEET પરીક્ષા લીકમાં તેમની કથિત સંડોવણીને કારણે ટીકાનો સામનો કરી રહ્યા છે. સમગ્ર વિપક્ષ એકમત થઈને તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આજે આપણે ધર્મેન્દ્ર પ્રધાન કેટલા શિક્ષિત છે? તેમજ તેના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jul 25, 2026 | 9:17 AM
1 / 13
ધર્મેન્દ્ર પ્રધાનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પક્ષના પ્રમુખ અમિત શાહના નજીકના સહાયક અને વિશ્વાસુ માનવામાં આવે છે. ધર્મેન્દ્ર પ્રધાન 2014ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં ભાજપની જીત માટે મુખ્ય રણનીતિકાર પણ હતા.

2 / 13
દેશમાં નીટ સહિત અનેક પેપર લીક પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કામકાજ પર સવાલો ઉઠી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીએ તેના રાજીનામાની માંગને લઈ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ આંદોલન તેજ બન્યું છે. હવે વિપક્ષ પણ એક સ્વરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું છે.

3 / 13
 ધર્મેન્દ્ર પ્રધાનનો પરિવાર જુઓ

ધર્મેન્દ્ર પ્રધાનનો પરિવાર જુઓ

4 / 13
 ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ અંગે જો આપણે વાત કરીએ તો. ધર્મેન્દ્ર પ્રધાને 1990માં ઓડિશાની તાલચર કોલેજમાંથી માનવશાસ્ત્ર (સમાજશાસ્ત્ર) માં એમએ કર્યું હતું.

5 / 13
તેમણે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ મેળવી હતી. ધર્મેન્દ્ર પ્રધાને 2024 ની લોકસભા ચૂંટણી માટેના તેમના સોગંદનામામાં આ માહિતીનો ખુલાસો કર્યો હતો.

6 / 13
તાલચેર 57  વર્ષીય ધર્મેન્દ્ર પ્રધાનનું વતન પણ છે, જેઓ અહીં મોટા થયા હતા. તેમનો જન્મ 26 જૂન 1969ના રોજ ઓડિશાના અંગુલ જિલ્લાના તાલચેરમાં થયો હતો.

7 / 13
 તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન રાજકારણમાં સક્રિય થયા હતા. તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) થી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

8 / 13
તેઓ હાલમાં ઓડિશાની સંબલપુર લોકસભા બેઠક પરથી સંસદ સભ્ય છે. ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા તેમના સોગંદનામા મુજબ, તેમની પાસે આશરે 7 કરોડ (6,92,19,190) ની સંપત્તિ છે.

9 / 13
જોકે, તેમના પર આશરે 53 લાખનું દેવું પણ છે. તેમની પાસે 12 લાખની ખેતીલાયક જમીન અને 20.5 લાખની બિન-ખેતીલાયક જમીન છે.

10 / 13
આ બંને જમીન ઓડિશામાં છે. તેમની પાસે દિલ્હી નજીક ગાઝિયાબાદમાં 2 કરોડનો ફ્લેટ પણ છે.

11 / 13
2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી સતત ત્રીજા કાર્યકાળ માટે સરકારનો ભાગ બનેલા 7 મંત્રીઓમાં ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે.

12 / 13
ધર્મેન્દ્ર પ્રધાનના પરિવારમાં તેમની પત્ની અને 2 બાળકો છે. તેમના પિતા સ્વર્ગસ્થ દેવેન્દ્ર પ્રધાન હતા,

13 / 13
જેમણે વાજપેયી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી, અને તેમની માતા વસંત મંજરી પ્રધાન છે. તેમની પત્નીનું નામ મૃદુલા ઠાકુર છે.

Follow Us