
તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો. તે તમારા શરીરમાં લોહી વધારવાનું પણ કામ કરે છે. જેમને એનિમિયા છે તેઓએ તેનું દરરોજ સેવન કરવું જોઈએ. મધ હાર્ટ માટે ફાયદાકારક છે. એક રિસર્ચ અનુસાર મધમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. નિયમિત રીતે મધનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.

એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવતું મધ શરીરના ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ગળામાં તકલીફ હોય, શરદી હોય વગેરે જેવા રોગ હોય તો મધ ખાવું ફાયદાકારક છે. મધ ખાવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને શરીરને રોગ સામે લડવામાં મદદ મળે છે.