
રિફાઇન્ડ લોટમાંથી બનેલ સફેદ બ્રેડમાં લગભગ કોઈ પોષક તત્વો હોતા નથી. જો તમે તેનું નિયમિત સેવન કરો છો, તો આ 5 ગંભીર આડઅસરો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

સફેદ બ્રેડમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ જ ઊંચો હોય છે. તેનું સેવન કરવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધે છે, જે ઇન્સ્યુલિન સંતુલનને બગાડી શકે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી 'ટાઇપ 2 ડાયાબિટીસ' થઈ શકે છે.

ફાઇબરની ઉણપને કારણે, તે ખાધા પછી તમને પેટ ભરેલું લાગતું નથી, જેના કારણે તમે વધુ પડતું ખાવાનું શરૂ કરો છો અને શરીરમાં ચરબી જમા થવા લાગે છે.

'રિફાઇન્ડ લોટ' આંતરડામાં ચોંટી જાય છે. ફાઈબરની અછતને કારણે બ્રેડને પચાવવું શરીર માટે મુશ્કેલ બની જાય છે. રોજબરોજ બ્રેડ ખાવાથી કબજિયાત, ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે.

બ્રેડ બનાવતી રિફાઈનિંગ પ્રક્રિયામાં ઘઉંના તમામ કુદરતી ગુણો નષ્ટ થઇ જાય છે. બ્રેડમાં વિટામિન અને મિનરલ્સની ભારે ઉણપ હોય છે. તેને ખાવું એ માત્ર 'ખાલી કેલરી' લેવા જેવું છે, જે શરીરને ઊર્જા આપવાને બદલે થાક અને કમજોરી આપે છે.

બ્રેડની શેલ્ફ લાઇફ વધારવા માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ અને હાઇ સોડિયમ (મીઠું) ઉમેરવામાં આવે છે. વધુ પડતું સોડિયમ બ્લડ પ્રેશર વધારી શકે છે, જે ભવિષ્યમાં હૃદય રોગનું મુખ્ય કારણ બની જાય છે.