
શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી ભેળ ખાવાનું વધુ પસંદ કરે છે. આ ભેળ સ્વાદિષ્ટ તો હોય જ છે. પરંતુ ખૂબ જ ઝડપથી બની જાય છે.

ફરાળી ભેળ બનાવવા માટે મખાના, બટાકા, શેકેલી મગફળી, જીરું પાઉડર, સીંધવ મીઠું, ઘી, લીલા ધાણા, લીલું મરચું, દાડમના દાણાની જરુર પડશે.

ફરાળી ભેળ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં ઘી મુકી તેમાં મખાના સારી રીતે શેકી લો. મખાના ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

ત્યાર બાદ એક પેનમાં મગફળીના દાણા લઈ તેને પણ શેકી લો. હવે મગફળીના દાણા ઠંડા થાય ત્યારે તેના ફોતરા અલગ કરી દો.

હવે એક બાઉલમાં શેકેલા મખાના લો. તેમાં બાફેલા બટાકા, બારીક સમારેલા લીલા મરચા, શેકેલા મગફળીના દાણા, કાળા મરીનો પાઉડર, સીંધવ મીઠું, લીંબુનો રસ સહિતની સામગ્રી સારી રીતે મિક્સ કરો.

ત્યારબાદ આ મિશ્રણને એક બાઉલમાં લો. તેમાં ગળી અને તીખી ફરાળી ચટણી ઉમેરો. આ સાથે દાડમના દાણાથી ગાર્નિશ કરો. હવે તેને સર્વ કરી શકો છો.