
મૂઠિયાના લોટમાંથી ગોળ આકારના મૂઠિયા બનાવી ગરમ તેલમાં મધ્યમ આંચ પર બંન્ને બાજુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મૂઠિયા તળી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા મુકો.

ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં કોથમરી, છીણેલુ નારિયેળ, મીઠં, ખાંડ, લીલુ લસણ, ધાણા પાઉડર, મરચું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, ખાવાના સોડા અને તેલ ઉમેરી મિક્સ કરો.

ઊંધિયામાં નાખવા માટે રતાળુ, બટાકા, સુરણ, શક્કરિયાં સહિતની વસ્તુઓને તળી લો. ધ્યાન રાખો કે શાક વધારે તળાઈ ન જાય નહીંતર દાઝી ગયાનો સ્વાદ આવશે.

હવે એક પેનમાં તેલ ગરમા કરવા મુકો. તેમાં હિંગ, તુવેર દાણા, પાપડી વાલ, લીલા ચણા, અજમો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે પહેલા તૈયાર કરેલો મસાલો ઉમેરો. હવે તેમાં થોડુક પાણી ઉમેરી ધીમી આંચ પર 5 મિનીટ થવા દો.

ત્યારબાદ તળેલા તમામ શાકભાજી અને રીંગણને પેનમાં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં મૂઠીયા ઉમેરી 5-7 મિનીટ થવા દો. ઊંધિયા પર કોથમીર નાખી તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.