મખાનાનો હલવો બનાવવા માટે દૂધ, ખાંડ અથવા ગોળ, કેસરના તાંતણા, બદામ અને કાજુ, એલચી પાઉડર અને મખાના સહિતની સામગ્રીની જરુરત પડશે.
મખાનાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં 2 ચમચી ઘી અથવા બટર ગરમ કરવા માટે મુકો. મખાના નાખી તેને મધ્યમ તાપે 2-3 મિનિટ સુધી શેકી લો. જ્યાં સુધી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બરાબર સાંતળી લો. હવે તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દો.
હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મુકો. તેમાં પીસેલા મખાના ઉમેરો અને 1-2 મિનિટ સુધી હલાવો. હવે ધીમે ધીમે ગરમ દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી તેમાં ગાંઠા ન પડી જાય.
જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે કે દૂધ બડી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ખાંડ ઓગળી જાય અને તેનું પાણી બડી જાય એટલે હલવામાં કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ ઉમેરો.
હલવામાં સુકા મેવા ઉમેરી 2-3 મિનિટ સુધી પકવવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી તમે મખાનાના હલવાને ગરમાગરમ સર્વ કરી શકો છો. તેમજ ઠંડો થયા પછી પણ તમે સર્વ કરી શકો છો.
Published On - 11:31 am, Sat, 22 March 25