
હવે પનીરના નાના ચોરસ ટુકડાઓમાં કાપી લો. ત્યારબાદ એક વાસણમાં દહીં, ચીલીફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે પનીરના ટુકડાને દહીંથી કોટ કરી લો. આ પનીરને પ્લેટમાં કાઢી લો.

હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ દહીંથી કોટ કરેલા પનીરના ટુકડાને બેસણના બેટરમાં ડીપ કરી ફ્રાય કરવા મુકો. પકોડાને મધ્યમ આંચ પર તળી લો. પનીરના પકોડા બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળાવા દો. ત્યારબાદ તેને બહાર કાઢી લો. આ પનીર પકોડા તૈયાર થઈ ગયા છે. જેને તમે ગરમા ગરમ સર્વ કરો.