ઉપવાસમાં મોટાભાગના લોકોને બટાકાની વેફર ખાવાનું પસંદ હોય છે. ત્યારે આજે અમે તમને બટાકા બાફ્યા વગર જ કેવી રીતે વેફર બનાવાય તેની રેસિપી જણાવીશું.
બજાર જેવી જ વેફર બનાવવા માટે લાલ બટાકા, મીઠું, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.
વેફર બનાવવા માટે સૌથી પહેલા લાલ બટાકાને પાણીથી ધોઈને સાફ કરી લો. ત્યારબાદ તેની છાલ કાઢી તપેલીમાં રાખો.
હવે બટાકાની પાતળી સ્લાઈસ બનાવી તેને સુકાવવા દો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેમાં 1 ચમચી તેલ ઉમેરો. જેથી વેફર ફ્રાય કરવામાં ઓછુ તેલ વપરાય.
હવે તેલ એકદમ ગરમ થઈ જાય પછી બટાકાની બધી સ્લાઈસ તળી લો. વેફર્સ જ્યારે કડક થાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી ઉપર મસાલો કરી સર્વ કરી શકો છો. તેમજ વેફરને સ્ટોર કરી શકો છો.