
હવે એક તપેલીમાં સરસવનું તેલ ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે આ તેલમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ પાઉડર, હળદર, તેમજ મિક્સરમાં પીસેલા સુકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.

તેલમાં બધો જ મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં લસણની કળીઓ ઉમેરી બરાબર હલાવી લો. જેથી લસણની કળી પર મસાલો ચોંટી જાય. હવે આ અથાણાને કાચની બરણીમાં ભરી લો.

આ લસણના અથાણાને અઠવાડિયા સુધી દિવસમાં એક વાર ચમચીથી હલાવતા રહો.ધ્યાન રાખો કે એક અઠવાડિયા સુધી અથાણાને ભીના હાથે અડશો નહીં. એક અઠવાડિયા પછી તમે અથાણાની મજામાણી શકો છો.