
ત્યારબાદ ચણા-મેથીને 6થી7 કલાક માટે પાણીમાં પલાળી રાખો. કેરીમાંથી પાણી અલગ થઈ જાય ત્યારે કેરી અને તેના પાણીને અલગ કરી દો. હવે આ પાણીમાં પલાળેલા ચણા-મેથીને કેરીના પાણીમાં પલાળી લો. જેથી ખટાશ ચણા-મેથીમાં આવી જાય.

ચણા-મેથીને 2 કલાક પછી સુતરાઉ કાપડ પર પાથરી લો. જેથી તેની અંદર રહેલું પાણી દૂર થઈ જાય. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ એક વાસણમાં અથાણાનો મસાલો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ પછી કેરીની છીણ, ચણા-મેથી ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે તેલ ઠંડુ થઈ જાય ત્યાર બાદ થોડું થોડું તેલ કેરીની છીણ, ચણા-મેથીમાં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ આ અથાણાને કાચની બરણીમાં ભરી લો. આ અથાણું તમે 2 દિવસ પછી ખાઈ શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.