
હવે ખીરામાં સમારેલી ડુંગળી, લીલું મરચું, આદુ - લસણની પેસ્ટ, લીલા ધાણા ઉમેરી બધુ જ બરાબર મિક્સ કરી લો. જો તમારે આ તમામ સામગ્રી ઉપર નાખવી હોય તો તમે એવી રીતે પણ ચીલા બનાવી શકો છો.

એક નોન-સ્ટિક તવાને ગરમ કરો. તેના પર થોડું તેલ અથવા બટર ઉમેરો. ત્યારબાદ એક ચમચો બેટર તવા પર નાખી તેને ગોળ આકારમાં ફેલાવી લો. ત્યારબાદ તેમાં થોડું તેલ છાંટો અને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવવા દો.