
ગાર્ગલ કરો: કફ થવા પર મીઠુ પાણીમાં નાખીને કોગળા કરવાથી તે અસરદાર સાબિત થઇ શકે છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખેલા પાણીથી કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવા દૂર કરી શકાય છે સાથે જ તે કફને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આદુ: આદુ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે નાકના પેસેજ ને ક્લિયર કરે છે. તેમાં રહેલા તત્વ શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. આદુને વાટીને તેમાં લીંબુના રસમાં ભેળવીને તેનું સેવન કરો. આ ઉપરાંત તમે આદુવાળી ચા પણ પી શકો છો.

ફુદીનાનું તેલ: હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ફુદીનાના તેલને ને છાતી પર લગાવવાથી કફને પ્રાકૃતિક રૂપથી દૂર કરવામાં મદદ મળશે.ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને સ્ટીમ પણ લઈ શકો છો.