
મોમોસ અને સેન્ડવિચની કિંમત સામાન્ય રીતે ₹15 થી ₹30ની વચ્ચે રાખી શકાય છે. તમે જો રોજ 100 થી 150 મોમોસ અને સેન્ડવિચ વેચી રહ્યા છો, તો તમે ₹1,500 થી ₹4,000 દિવસ દરમિયાન કમાઈ શકો છો. ટૂંકમાં જોઈએ તો, તમે ₹45,000 થી ₹1,20,000 મહિને કમાઈ શકો છો.

ઓવરઓલ, જે ખર્ચ છે તેને બાદ કરતાં તમારી પાસે ₹15,000 થી ₹40,000 જેટલો ચોખ્ખો નફો રહે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ટ્રેડ લાયસન્સ, ફૂડ સેફ્ટી લાયસન્સ અને જરૂરી હોય તો GST રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.

વ્યવસાય શરૂ કરતા પહેલા માર્કેટમાં સારી જગ્યાની પસંદગી કરવી અને કાચા માલની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત તમે YouTube અને સ્થાનિક ફૂડ વર્કશોપથી મોમોસ અને સેન્ડવિચ બનાવવાનું શીખી શકો છો.

તમારા મોમોસ અથવા સેન્ડવિચ સ્ટોલનું માર્કેટિંગ કરવા માટે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ ઓફર્સ શેર કરો. તહેવારો દરમિયાન કૉમ્બો ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ આપવાનું શરૂ કરો, જેથી ગ્રાહકોમાં વધારો થાય.

ગ્રાહકોને આકર્ષવા માટે હંમેશા નવી નવી વેરાઈટી લાવો. બીજું કે, સ્ટોલની જગ્યા પર હંમેશા સફાઈ જાળવી રાખો અને ફૂડ હાઇજિનના નિયમોનું પાલન કરો. જો તમે યોગ્ય રીતે નિયમોનું પાલન કરશો તો મોમોસ અને સેન્ડવિચ સ્ટોલ તમારા માટે નફાકારક વ્યવસાય બની જશે.