
સ્વસ્થ આહાર - બાયોટિન, ઝિંક અને વિટામિન ડીની અછતવાળા ખોરાકને કારણે આપણા વાળ પાતળા થઈ જાય છે. આ માટે તમારે સંતુલિત આહાર લેવો જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.

શરીરના વજનમાં ઘટાડો: વજન આપણા શરીરમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પાતળા થવા માટે આપણે ઓછો ખોરાક લઈએ છીએ, જેના કારણે આપણને મહત્વપૂર્ણ પોષક તત્વો નથી મળતા અને તેની ઉણપને કારણે આપણા વાળ ખરવા લાગે છે.

ઉંમર: સ્ત્રી હોય કે પુરુષ, વધતી જતી ઉંમર સાથે શરીરમાં ઘણા ફેરફારો થાય છે અને આ પણ વાળ ખરવાનું એક મહત્વનું કારણ છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો