Dry Places : દુનિયાના એવા સ્થળો જ્યાં વર્ષો સુધી વરસાદનું એક ટીપું પણ નથી પડતું

દુનિયામાં એવી જગ્યાઓ પણ છે જ્યાં વર્ષો સુધી વરસાદ પડતો નથી. તો ચાલો આવા અનોખા સ્થળો વિશે જાણીએ. જ્યાં શુષ્ક હવામાન જીવનનો ભાગ બની ગયું છે.

| Updated on: Jun 06, 2026 | 10:44 AM
1 / 7
દક્ષિણ અમેરિકાનામાં આવેલ અટાકામાનું રણ પૃથ્વી પરનું સૌથી સૂકું રણ છે. સામાન્ય રીતે આ રણમાં અમુક વિસ્તારોમાં 10 વર્ષમાં માંડ 25 મિમી જેટલો જ વરસાદ પડે છે.

2 / 7
ઇજિપ્તના આસ્વાનમાં નિયમિત વરસાદ પડતો નથી. તે સૌથી સૂકા શહેરોમાંનું એક છે. ત્યાં વર્ષો સુધી એક ટીપું પણ વરસાદ પડતો નથી. રિપોર્ટ મુજબ, નવેમ્બર 2021માં અહીં અચાનક ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આસ્વાનમાં દર વર્ષે સરેરાશ આશરે માત્ર 0.5  મીમી વરસાદ પડે છે.

3 / 7
લિબિયાનો અલ-અઝીઝિયા પ્રદેશમાં લોકો વરસાદને જાણે કોઈ તહેવારની જેમ ઉજવે છે.  આ શહેરમાં મોટાભાગે શિયાળાની ઋતુમાં વરસાદ પડે છે. અહીં વાર્ષિક વરસાદ ખૂબ જ ઓછો થાય છે.

4 / 7
પેરુના ઇકા રણમાં ચોક્કસ ક્યારેય એવો નિયમિત વરસાદ પડતો નથી. કારણ કે આ દુનિયાના સૌથી સૂકા રણ પ્રદેશોમાંનું એક છે. અહીં વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો માત્ર સરેરાશ 1.1 મિમી જેટલો જ વરસાદ પડે છે.

5 / 7
ઓસ્ટ્રેલિયાના ગ્રેટ વિક્ટોરિયા રણમાં ચોક્કસ તારીખે વરસાદ પડ્યો હોવાનું નોંધાતું નથી. કારણ કે ત્યાનું હવામાન ખૂબ જ અનિયમિત હોય છે. આ વિસ્તારમાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 150થી 250 મિમી જેટલો જ થાય છે.

6 / 7
વૈજ્ઞાનિકોના મતે, હવામાન પરિવર્તનને કારણે દુનિયામાં સૂકા પ્રદેશોની સંખ્યા વધી રહી છે. આવનારા દિવસોમાં આ યાદીમાં વધુ સ્થળો ઉમેરવામાં આવી શકે છે. તેથી પાણીનું મૂલ્ય જાણવું અને તેને બચાવવાની જવાબદારી આપણા બધાની છે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us
Loading...
Unable to load recommendations.