
વાહનચાલકો માટે લાયસન્સ મેળવવુ ચક્રવ્યુહ ભેદવા જેટલુ કઠિન છે. જો તમે પાકા લાયસન્સ માટે અમદાવાદ આરટીઓમાં આવતીકાલે (20 માર્ચે) ટેસ્ટ આપવા જવાના હો તો એ આયોજન માંડી વાળજો. નવેસરથી એપોઈનમેન્ટ લેવી પડશે

વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક યાદીમાં જણાવ્યુ છે કે આરટીઓ ખાતેની ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ પોર્ટલ સારથી એપ્લીકેશન વચ્ચેના સંકલનમાં ટેકનિકલ ખામી આવી છે. જેના કારણે આરટીઓનું સર્વર ખોટકાઈ ગયુ છે.

હાલમાં ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ધરાવતી તમામ કચેરીઓ ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટની સેવાઓ ખોરવાઈ છે. તમામ અરજદારોની ટેસ્ટ એપોઈન્ટમેન્ટ અન્ય દિવસ માટે આયોજિત કરાઈ છે.

પ્રથમવાર એવુ બન્યુ છે કે સળંગ પાંચ દિવસ સુધી આરટીઓનું સર્વર ઠપ્પ રહ્યુ છે. જેના કારણે 60 હજારથી વધુ લોકોને અસર થશે.

ખાસ કરીને જે લોકોના કાચા લાયસન્સની સમય મર્યાદા પુરી થઈ છે તે લોકો લાયસન્સ રિન્યુ માટે ધક્કા ખાઈ રહ્યા છે જો કે આરટીઓ વિભાગ દ્વારા એક્સપાયર થયેલા કાચા લાયસન્સ રિન્યુ કરી આપવા માટે કોઈ જાહેરાત કરાઈ નથી.
Published On - 11:41 pm, Tue, 19 March 24