
પાણી માનવ શરીર માટે અત્યંત આવશ્યક તત્વ છે અને શરીર સ્વસ્થ રાખવા માટે તેને પૂરતા પ્રમાણમાં પીવું જરૂરી ગણાય છે. તબીબી નિષ્ણાતો મુજબ, રોજિંદા જીવનમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આપણે દિવસ દરમિયાન નિયમિત રીતે પાણી પીતા હોઈએ છીએ, પરંતુ રાત્રે સુવા જતા પહેલાં પાણી પીવું યોગ્ય છે કે નહીં, તે વિષય પર ઘણી વાર વિચાર આવે છે. આ ટેવ આરોગ્યને ફાયદો પહોંચાડે છે કે નહીં અને ઊંઘની ગુણવત્તા પર તેની કોઈ અસર પડે છે કે નહીં, એવા પ્રશ્નો સામાન્ય રીતે લોકોના મનમાં ઊભા થાય છે. ( Credits: AI Generated )

રાત્રે સૂતા પહેલા પાણી પીવાની આદત વિશે વિવિધ મતભેદ જોવા મળે છે, કારણ કે તેમાં લાભ પણ છે અને ગેરફાયદા પણ થઈ શકે છે. કેટલાક લોકો માનતા હોય છે કે આ સમયે પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે, ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને રાત્રિ દરમિયાન શરીરના શુદ્ધિકરણ પ્રક્રિયાને સહારો મળે છે. જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે વધુ પડતું પાણી પીવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે. ( Credits: AI Generated )

રાત્રે સૂતા પહેલાં પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થતી અટકાવી શકાય છે અને હાઇડ્રેશન જાળવાય છે. તે શરીરના તાપમાનને સમતોલ રાખવામાં મદદરૂપ બને છે. ઉપરાંત, કેટલાક લોકોને માઈગ્રેન અથવા માથાના દુખાવામાં પણ આ ટેવથી રાહત અનુભવાય છે. ( Credits: AI Generated )

રાત્રે સૂતા પહેલાં પાણી પીવાનું આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પાણી પીધા પછી તરત જ સૂઈ જાય તો તેને રાત્રે વારંવાર શૌચાલય જવાની જરૂર પડી શકે છે, જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે. પૂરતો આરામ ન મળવાથી માથાનો દુખાવો, થાક અને એકાગ્રતાની કમી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી યોગ્ય ઊંઘ ન લેવાય તો હૃદયના સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે. તેથી, સૂતા પહેલાં પાણી પીવાનું ટાળવું વધુ યોગ્ય ગણાય છે. ( Credits: AI Generated )

આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ રાત્રે સુવા પહેલાં પાણી પીવું લાભદાયક છે, પરંતુ, પાણી પીધા બાદ તરત સૂઈ જવું યોગ્ય નથી. શ્રેષ્ઠ પરિણામ માટે રાત્રિભોજન પછી અંદાજે એક કલાક બાદ અને ઊંઘના સમયથી લગભગ બે કલાક પહેલાં પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે તેમજ વજન નિયંત્રણમાં પણ સહાય થાય છે. સાથે સાથે, શરીરનું તાપમાન સંતુલનમાં રહે છે, રાત્રિ દરમિયાન શુદ્ધિકરણ પ્રક્રિયા સક્રિય રહે છે અને પાચન શક્તિમાં પણ સુધારો જોવા મળે છે. ( Credits: AI Generated )

રાત્રે સૂતા પહેલાં હૂંફાળું અથવા ગરમ પાણી પીવાથી શરીરની શુદ્ધિકરણ પ્રક્રિયાને મદદ મળે છે અને પાચન સંબંધિત તકલીફોમાં રાહત અનુભવાય છે. આ ટેવ રક્તસંચારને સક્રિય બનાવે છે તથા શરીરના દુખાવામાં પણ ઘટાડો લાવે છે. ઉપરાંત, તમે રાત્રે સૂતા પહેલા લીંબુ પાણી પણ લઈ શકો છો, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તેમાં રહેલા વિટામિન Cના કારણે ત્વચાના આરોગ્ય અને ચમકમાં પણ વધારો થાય છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )