
તુલસીનું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તણાવ ઘટાડે છે. આ ઉપરાંત તુલસીનું પાણી પીવાથી ત્વચાની ચમકમાં વધારો કરે છે. તેમજ નિયમિત સેવન કરવાથી ત્વચા નિખરે છે.

તુલસીનું પાણી ચયાપચય વધારીને અને કુદરતી રીતે શરીરને ડિટોક્સિફાઇ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

તમે તાજા તુલસીના પાન અથવા સૂકા તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો અને તેને રાતોરાત પાણીમાં પલાળી શકો છો. સવારે ઉઠતાની સાથે જ આ પાણી પી લો.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)