Fruit Juice Health Tips : શું ફળોનો રસ પીવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે? જાણો શું કહે છે નિષ્ણાતો!

સ્વાસ્થ્ય પ્રત્યે ઘણા લોકો તેમના દિવસની શરૂઆત તાજા ફળોના રસથી કરે છે. જોકે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દાવો કરવામાં આવે છે કે ફળોનો રસ ખરેખર સ્વાસ્થ માટે સારો છે કે નહીં.

| Updated on: May 28, 2026 | 8:48 AM
1 / 7
નિષ્ણાતો માને છે કે ફળોનો રસ પીવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે કે નહીં આ પ્રશ્નનો જવાબ હા કે નામાં આપવા કરતાં તેની પાછળનું વિજ્ઞાન અને તેનું સેવન કેવી રીતે કરવું તે સમજવું વધુ મહત્વપૂર્ણ હોય છે.

2 / 7
ફળોનો રસ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે તેમાં અનેક પ્રકારના વિટામિન અને ખનિજો હોય છે. જો કે જ્યારે બ્લડ સુગર નિયંત્રણની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ થોડી અલગ હોય છે. નિષ્ણાતોના મતે ફળોનો રસ પીવું સીધું નુકસાનકારક નથી. પરંતુ તે તમે તેને કેટલું અને ક્યારે પીઓ છો તેના પર આધાર રાખે છે.

3 / 7
નિષ્ણાતોના મતે, આખા ફળ અને રસ વચ્ચેનો સૌથી મોટો તફાવત ફાઇબરમાં હોય છે. આખા ફળમાં રહેલું ફાઇબર ખાંડની માત્રાને ઓછું કરે છે. જેના કારણે બ્લડ સુગરમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે.

4 / 7
ફળોનો રસ બનાવતી વખતે ફાઇબર સંપૂર્ણપણે નીકળી જાય છે. તેનાથી ફળોમાં રહેલી કુદરતી ખાંડ (ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ) લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે છે. જે ઇન્સ્યુલિનના સ્તરમાં ઝડપથી વધારો કરી શકે છે.

5 / 7
નિષ્ણાતો માને છે કે ફળોના રસમાં મધ્યમથી ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોઈ શકે છે. આનાથી શરીરમાં સુગરનું સ્તર વધી શકે છે. ઘણા ફળોનો ઉપયોગ એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે થાય છે. તેથી આપણે અજાણતાં મોટી માત્રામાં કુદરતી ખાંડનું સેવન કરે છે.

6 / 7
નિષ્ણાતોના મતે, ફળોનો રસ મધ્યમ માત્રામાં પીવાથી ડાયાબિટીસ થતી નથી. સમસ્યા રસમાં નહીં પરંતુ તેના વધુ પડતા સેવનની છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે ડાયાબિટીસ અથવા પ્રિડાયાબિટીસ ધરાવતા લોકો રસ કરતાં આખા ફળોને પ્રાથમિકતા આપે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us