
ટિકિટ વિના ટ્રેનમાં ચઢવું અથવા ખોટી ટિકિટ ખરીદવી એ કલમ 137 હેઠળ ગુનો છે. આવા કેસમાં મુસાફરો પાસેથી ભાડાના 10 ગણા સુધીનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે અને જેલની સજા પણ ભોગવવી પડી શકે છે. તહેવારોની સીઝનમાં ટિકિટ ચેકિંગ વધુ કડક છે.

તહેવારો દરમિયાન, લોકો ઘણીવાર બીજા મુસાફરોની સીટ પર કબજો કરે છે અથવા તો જોર-જબરદસ્તી છે. આ કલમ 155 અને 156 હેઠળ સજાપાત્ર ગુનો છે. આવા કિસ્સામાં રેલવે પોલીસ (RPF) તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે. આ ઘટનામાં સંડોવાયેલા લોકોને સીધા જેલમાં પણ જવું પડી શકે છે.

રેલવે કાયદાની કલમ 145 મુજબ, ટ્રેનમાં બીજા મુસાફરોને ખલેલ પહોંચાડતી કોઈપણ વર્તણૂકને ગુનો ગણવામાં આવે છે. આમાં મોબાઇલ ફોન પર મોટેથી વાત કરવી, મોટેથી સંગીત વગાડવું અથવા કામ વગર બખાડો કરવો તે બધી બાબતોનો સમાવેશ થાય છે.

કલમ 145 હેઠળ, નશામાં ટ્રેનમાં ચઢવું, કકરાટ કરવો અથવા નશામાં મુસાફરોને હેરાન કરવું એ પણ એક ગુનો છે. આવું કરનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં મોકલી દેવામાં આવે છે.

કારણ વગર ટ્રેનની ચેન ખેંચવી એ કલમ 141 હેઠળ ગુનો માનવામાં આવે છે. આમ કરતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને એક વર્ષ સુધીની જેલ અથવા 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તહેવારોની ભીડ દરમિયાન આ ભૂલ ઘણીવાર મજાકમાં કરવામાં આવે છે પરંતુ તેના કારણે જેલની સજા થઈ શકે છે.