વીજળીના મીટર પર ચુંબક લગાવવાથી બિલ અડધું થઈ જશે? જાણો શું છે આ વાયરલ ટ્રીક!

શું તમે પણ લાઈટબિલ ઓછું કરવા માટે મીટર પર ચુંબક લગાવવાની વાયરલ ટ્રીક વિશે વિચારશો છો? જાણો આ ટ્રીક પાછળનું સાચું વિજ્ઞાન અને કાનૂની જોખમ!

| Updated on: Aug 04, 2026 | 6:14 PM
1 / 7
સોશિયલ મીડિયા પર અવારનવાર એવો દાવો કરવામાં આવે છે કે વીજળીના મીટર પાસે શક્તિશાળી ચુંબક ચોંટાડવાથી યુનિટ ઓછા નોંધાય છે અને લાઈટબિલ અડધું થઈ જાય છે.

2 / 7
વર્ષો પહેલાં વપરાતા જૂના મીટરમાં એલ્યુમિનિયમ કે મેટલની ગોળ ફરતી ડિસ્ક આવતી હતી. વિદ્યુત વપરાશ વધવાની સાથે આ ડિસ્ક ઝડપથી ફરતી અને તેના આધારે રીડિંગ નક્કી થતું હતું.

3 / 7
જૂના સમયમાં જ્યારે મીટર બહાર ચુંબક મૂકવામાં આવતું, ત્યારે ચુંબકીય બળ (Magnetic Force) ને કારણે અંદરની ધાતુની ડિસ્ક ઘૂમવાની ઝડપ ધીમી પડી જતી હતી, જેથી યુનિટ ઓછા નોંધાતા હતા.

4 / 7
આજના આધુનિક યુગમાં જૂના મીટર બદલાઈ ચૂક્યા છે. હવે ઘરોમાં ડિજિટલ અને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારની મિકેનિકલ કે ફરે તેવી મેટલ ડિસ્ક હોતી નથી.

5 / 7
આજના સ્માર્ટ મીટરમાં અદ્યતન માઇક્રોચિપ અને ઈલેક્ટ્રોનિક સેન્સર્સ હોય છે, જે પાવર વપરાશનું એકદમ સચોટ ગણતરી સેકન્ડોમાં કરી લે છે.

6 / 7
નવતર ટેકનોલોજી વાળા સ્માર્ટ મીટરમાં ખાસ 'મેગ્નેટ ડિટેક્શન સેન્સર' હોય છે. જો કોઈ ચુંબક નજીક લાવે તો મીટર તરત જ છેડછાડની નોંધ વીજ કંપનીના સર્વર સુધી પહોંચાડી દે છે.

7 / 7
વધારે પાવરફુલ ચુંબક મૂકવાથી ડિજિટલ મીટરની ચિપ કાયમ માટે બળી શકે છે. ઉપરાંત, વીજ મીટર સાથે છેડછાડ કરવી એ કાનૂની ગુનો છે, જેનાથી ભારે દંડ કે જેલની સજા થઈ શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.