ચાર્જરમાં ફોન ન હોય તો પણ વીજળી વપરાય છે? ફોન કનેક્ટ ન હોવા છતાં કેવી રીતે ચોરી થઈ રહી છે વીજળી?

મોટાભાગના લોકોની આદત હોય છે કે ચાર્જરમાંથી ફોન હટાવી લે છે પણ સ્વિચ ઓન જ રાખે છે. જો તમે પણ એવું વિચારતા હોવ કે ફોન વગર વીજળી નથી વપરાતી, તો તમે તદ્દન ખોટા છો! સાયન્સ આના વિશે શું કહે છે અને આ ભૂલ તમારા ખિસ્સા પર કેવી રીતે ભારે પડી રહી છે, જાણો

| Updated on: Jun 26, 2026 | 9:34 AM
1 / 10
આપણે બધા ફોન ચાર્જ થઈ જાય એટલે તરત જ પિન મોબાઈલમાંથી કાઢી લઈએ છીએ. પણ ચાર્જરનો બીજો છેડો પ્લગમાં જ ભરાયેલો રહે છે અને સ્વિચ ઓન હોય છે. શું આ ખાલી વાયર વીજળી વાપરે છે?

2 / 10
સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે જો ચાર્જર સાથે કોઈ ફોન કે ડિવાઇસ કનેક્ટ જ નથી કર્યું, તો સર્કિટ અધૂરી છે અને વીજળીનો વપરાશ બિલકુલ શૂન્ય (0) હશે. પરંતુ વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે.

3 / 10
દરેક મોબાઈલ ચાર્જરની અંદર એક નાનું 'ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફોર્મર' હોય છે. આ ટ્રાન્સફોર્મરનું કામ ઘરના ઊંચા વોલ્ટેજ (220V)ને ફોન માટેના નીચા વોલ્ટેજ (5V કે 9V)માં બદલવાનું છે.

4 / 10
જ્યારે સ્વિચ ઓન હોય અને ચાર્જરમાં ફોન ભરાવેલો ન હોય, તો પણ તે અંદરનું ટ્રાન્સફોર્મર સતત કામ કરતું રહે છે. તે ઘરના પાવર સોર્સમાંથી વીજળી ખેંચવાનું બંધ કરતું નથી.

5 / 10
વિજ્ઞાનની ભાષામાં આ અદ્રશ્ય વપરાશને 'વેમ્પાયર ડ્રો' અથવા 'ફેન્ટમ લોડ' કહેવામાં આવે છે. એટલે કે કોઈ ફોન ન હોવા છતાં પણ ચાર્જર ગુપચુપ વીજળી ગળી રહ્યું છે.

6 / 10
હા, એ વાત સાચી છે કે ફોન વગર ખાલી ચાર્જર ખૂબ જ ઓછી વીજળી (ખૂબ જ ઓછા વોટ) વાપરે છે. પણ જો ઘરમાં આવા 3 થી 4 ચાર્જર ચોવીસ કલાક ઓન રહે, તો મહિનાના અંતે બિલમાં મોટો ફરક દેખાય છે.

7 / 10
તમે ક્યારેય નોંધ્યું છે? ફોન કનેક્ટ ન હોય તો પણ પ્લગમાં લાંબો સમય ચાલુ રહેલું ચાર્જર અડકતા સહેજ ગરમ લાગે છે. આ ગરમી એ પુરાવો છે કે અંદર વીજળીનો વ્યય થઈ રહ્યો છે.

8 / 10
સતત કરંટ પસાર થવાને કારણે ચાર્જરની અંદરની નાની સર્કિટ અને કેપેસિટર ધીમે-ધીમે નબળા પડવા લાગે છે. જેના કારણે ચાર્જર વહેલું બગડી જાય છે અથવા તેની ચાર્જિંગ સ્પીડ ઘટી જાય છે.

9 / 10
ચોમાસામાં કે ઉનાળામાં જ્યારે હાઈ વોલ્ટેજ અથવા પાવર ફ્લકચ્યુએશન થાય છે, ત્યારે સ્વિચ ઓન હોવાના કારણે ખાલી ચાર્જરમાં પણ બ્લાસ્ટ થઈ શકે છે અથવા શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી શકે છે.

10 / 10
નિષ્ણાતોની સલાહ છે કે માત્ર ફોન જ નહીં, સ્માર્ટ વોચ કે લેપટોપના ચાર્જરને પણ કામ પત્યા પછી પ્લગમાંથી કાઢી લેવા જોઈએ. એક સેકન્ડની સ્વિચ બંધ કરવાની આદત પૈસા અને સુરક્ષા બંને આપશે.

Follow Us